Home> Gujarat
Advertisement
Prev
Next

LIVE: CM નિવાસસ્થાને ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, નવા સંગઠનને લઈને લાગશે મહોર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)  આજે ગુજરાત (Gujarat) ની મુલાકાતે છે. હાલ તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે.  ગઈ કાલે મોડી સાંજે તેઓ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા હતાં. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

LIVE: CM નિવાસસ્થાને ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, નવા સંગઠનને લઈને લાગશે મહોર

ઝી મીડિયા, અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)  અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને હાલ તેઓ મહાત્મા મંદિર ખાતે છે. અહીં તેમની સાથે કાર્યક્રમમાં સ્ટેજ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ સ્ટેજ પર હાજર છે. તેમણે સાઈબર એપ્લિકેશન વિશ્વાસનું લોકાર્પણ કર્યું. પોસ્ટ વિભાગની બુકલેટ તેમજ કવરનું પણ લોકાર્પણ કર્યું. આ ઉપરાંત સાઈબર આશ્વસ્તનું પણ લોકાર્પણ કર્યું. ગઈ કાલે મોડી સાંજે તેઓ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા હતાં. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. અમિત શાહના આજે અમદાવાદ અને ગાંધીનગર (Gandhinagar) માં પાંચ કાર્યક્રમ છે. તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવશે.

લાઈવ અપડેટ્સ...

મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને મહત્વની બેઠક
અમિત શાહ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને જવા રવાના થયાં. અહીં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા હાજર છે. નવા સંગઠનને લઈને મહોર લાગશે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચર્ચા થઈ છે. 20 જાન્યુઆરી સુધીમાં સંગઠન સંરચના પૂર્ણ થાય તેવી શક્યતા છે. 

વિશ્વાસ અને આશ્વસ્ત આ બે નવી શરૂઆતો ગુજરાત પોલીસને ગુનાઓ ઉકેલવામાં અને રોકવામાં મદદરૂપ થશે- અમિત શાહ
આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર ગુજરાતને સાઈબર સુરક્ષા... સમગ્ર ગુજરાતના કાયદા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે આખુ એક નેટવર્ક સીસીટીવી કેમેરાનું ઊભુ કરવાનું કાર્યક્રમ છે. કાયદો  અને વ્યવસ્થાની પરિસ્થિતિને કંટ્રોલમાંરહેવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ જેટલો પ્રચુર માત્રામાં થશે તેટલો જ કાયદો અને વ્યવસ્થા પર કંટ્રોલ રાજ્યો અને કેન્દ્ર સરકારનો મજબુત બનશે. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણપહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની‌ સેવાનો સમગ્ર દેશને‌ લાભ મળશે. ગુજરાતમાં ‌ભાજપની સરકાર આવ્યા પછી‌ સમગ્ર દેશને ઉદાહરણ રૂપ બન્યું છે.

fallbacks

અગાઉની સરકારો પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે 1980-90 ના દાયકા દરમિયાન તોફાનો થતા હતા. 1980-90 ના દાયકા દરમિયાન તોફાનો બનતા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા ભગવાન જગન્નાથના જ ભરોસે રહેતી હતી. પોરબંદરની હદ ચાલુ થાય ત્યાં કાયદાની હદ પૂરી થતી હોવાના બોર્ડ લગાવતાં હતા. કાયદો અને વ્યવસ્થા સામે ઉભી થતી ચેલેન્જને પહોચી વળવા નવી ટેકનોલોજી નો ઉપયોગ શરૂ છે તે‌ ગુજરાત કરી રહ્યું છે. ગુજરાતમાં જે રીતે નરેન્દ્ર મોદીએ આમુલ પરિવર્તન કર્યા તેવી રીતે દેશમાં હવે કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પહેલા વિદેશ નિતિ અને સુરક્ષા નિતિમા ઘાલમેલ થતું પણ નરેન્દ્ર મોદી એ સ્પષ્ટ કરી દીધું કે શાંતિમાં માનવામાં માનીએ‌ છે પણ હુમલો થશે તો જવાબ પણ‌ આપવામાં આવશે. 35 હજાર જવાનો શહીદ થયા જો કે તેને સન્માન આપવાની જગ્યા ન હતું પણ 21 ઓક્ટોબર ના રોજ દિલ્હીમાં સ્મારક બનાવ્યું. 

તેમણે કહ્યું કે દિલ્હીના પોલીસ સ્મારકમાં બાળકોના મનોરંજન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે દરેક રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને શાળા પ્રવાસ માં પોલીસ સ્મારકને સ્થાન આપે. કાશ્મીરમાં 370ની કલમ દુર કર્યા બાદ લોહીની નદીઓ વહેશે તેવી વાત કરનાર એ જોયું કે કાશ્મીરમાં એકપણ મૃત્યુ થયું નથી. તેમણે નાગરિકતા કાયદાનો વિરોધ કરનારાઓને કહ્યું કે રાહુલબાબા એન્ડ કંપની મમતા અને કેજરીવાલને ચેલેન્જ આપી કે નાગરિક સંશોધન કાયદાની જાહેરમાં ચર્ચા કરો. નાગરિક સંશોધન કાયદામાં કોઈ જગ્યાએ કોઈ ની નાગરિકત્વ લેવાની વાત જ નથી વિપક્ષને સલાહ આપી કે તમારા જુઠ્ઠા વધારે નહીં ચાલે. ભાજપનો કાર્યકર સંપર્ક અભિયાન ચલાવ્યું છે. નરેન્દ્ર મોદીના શાસનમાં 14 દિશામાં પ્રગતિ કરી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 2 ટ્રિલીયન ઈકોનોમી હતી તેમાં થી‌ ત્રણ  ટ્રિલીયન ઈકોનોમી બની દુનિયા 7 મોં દેશ બન્યો છે 2024 માં ચુંટણી પહેલા 5 ટ્રિલીયન ઈકોનોમી બની જશે.

 

સાઈબર એપ્સ વિશ્વાસ અને સાઈબર આશ્વસ્તનો અમિત શાહે કરાવ્યો શુભારંભ
ઈન્ટરનેટના આ દોરમાં સાઈબર સુરક્ષા ખુબ જરૂરી છે. લોકો સાઈબર ફ્રોડના સકંજામાં ન આવે તે માટે ગુજરાત પોલીસ દ્વારા સાઈબર આશ્વસ્ત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેનો શુભારંભ અમિત શાહ દ્વારા કરાવવામાં આવ્યો. સાઈબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા બુલિંગને રોકવું ખુબ જરૂરી છે. 

સીએમ રૂપાણીનું નિવેદન
ગુજરાતનું સદભાગ્ય છે કે બંને પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સવિશેષ લાભ ગુજરાતને મળે છે. જો કાયદો અને વ્યવસ્થા યોગ્ય ન હોય તો વિકાસ શક્ય નથી. ગુજરાતનું વિકાસ મોડલ કડક કાયદો વ્યવસ્થાને આભારી છે. ભૂતકાળની સરકારોમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડતા હતાં. આ બધી વાત 2001 પહેલાની હતી. મોદીજી આવ્યાં પછી તેમણે કાયદો વ્યવસ્થા કડક કરી. જેમની મૂંછે લીંબુ લટકતા હતા તેમને ગોતી ગોતીને ઠેકાણી પાડી કાયદો વ્યવસ્થા સ્થાપી. તેમણે મોદી-શાહની જોડીને ગાંધી-સરદારની જોડી ગણાવી. અત્યારે બુલિંગ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં લોકોને હતાશ કરી દેવામાં આવે છે. સાઈબર ક્રાઈમથી લોકો મુશ્કેલીમાં મુકાય છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં તેમણે કહ્યું કે મોદી સરકારમાં ગુજરાતમાં રમખાણો બંધ થયાં. કોંગ્રેસના સમયે કાયદો વ્યવસ્થા જેવું હતું જ નહીં. 

fallbacks

અમિત શાહ ગાંધીનગર પહોંચ્યાં
અમિત શાહ હાલ ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં મહાત્મા મંદિર ખાતે એઓ સાઈબર ક્રાઈમને અટકાવતી એપ વિશ્વાસનું લોકાર્પણ કરવાના છે. મંચ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ સહિત તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ હાજર છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર છે. 

ગાંધીનગર રેલવે સ્ટેશને ફરકશે 100 ફૂટ ઊંચો ત્રિરંગો
પીપીપીના ધોરણે ડેવલપ થઈ રહેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશને પણ હવે કાયમ માટે 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાતો જોવા મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આ ત્રિરંગો લહેરાવશે પછી કાયમ માટે તે હવામાં લહેરાતો જોવા મળશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનો પર પેસેન્જર સુવિધાઓનું પણ લોકાર્પણ કરશે. જેમાં સાણંદ-છારોડી રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધાનું લોકાર્પણ કરશે. સાણંદના સ્ટેસનના પ્લેટફોર્મ નંબર 2 અને 3નું વિસ્તરણ કરવાની સાથે સાથે પેસેન્જરો ટ્રેનમાં સરળતાથી ચઢી શકે તે માટે તેને હાઈલેવલનું બનાવવામાં આવ્યું છે. છારોડી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 લોકોની સુવિધા માટે હાઈલેવલનું તૈયાર કરાયું છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

આ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે 
- ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ નિર્માણ કાર્યની સમીક્ષા કરશે 
- સાણંદ-છારોડી રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધા નું લોકાર્પણ કરશે 
- સાબરમતી, ગાંધીનગર,ખોડિયાર, રખિયાલ સ્ટેશન પર ફ્રી વાઇફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. 
- ગાંધીનગર રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવશે શાહ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More